All Kalma and Tarjuma and Imane Mujmal and Mufassal Tarjuma in Gujrati

૭૮૬/૯૨
કુવ્વતે ઇસ્લામ

QuwwateIslam   قوّتِ اسلام

બરાહે કલ્મે ઈમાન 

૧. અવ્વલ કલમા તૈયબ : 

લાઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુ રસૂલુલ્લાહ. (સલ્લલ્લાહુ અલૈયહે વસલ્લમ)

اول کلمہ طیبہ

 لَآ اِلٰهَ اِلَّااللهُ مُحَمَّدٌ رَّسُولُ اللہِ 

અનુવાદ : પહેલો કલમો પાકીનો

અલ્લાહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી. હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ અલ્લાહ તઆલાના રસૂલ છે.

૨. દોયમ કલમા શહાદત : 

અશ્હદુ અલ્લાઈલાહ ઈલ્લલ્લાહુ વહ્ દહૂ લા શરીકલહૂ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહૂ વરસૂલુહ્

دوئیم کلمہ شہادت

اَشْهَدُ اَنْ لَّآ اِلٰهَ اِلَّا اللهُ وَحْدَہٗ لَاشَرِيْكَ لَہٗ وَاَشْهَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُهٗ وَرَسُولُہٗ

અનુવાદ : બીજો કલમો ગવાહીનો  

હું ગવાહી આપુંછું કે અલ્લાહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને હું ગવાહી આપું છું કે હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહો અલૈયહે વસલ્લમ) અલ્લાહ તઆલાના બંદા અને તેના રસુલ છે.  

૩. સોયમ કલિમા તમજીદ : 

સુબહાનલ્લાહિ વલ હમ્દુ લિલ્લાહિ વલાઈલાહ ઈલ્લાહુ વલ્લાહુ અકબર વલાહવ્લા વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહલ અલિય્યિલ અઝીમ.

 سویام کلمہ تمجید

سُبْحَان اللهِ وَالْحَمْدُلِلّهِ وَلا إِلهَ إِلّااللّهُ وَاللّهُ أكْبَرُ وَلا حَوْلَ وَلاَ قُوَّةَ إِلَّا بِاللّهِ الْعَلِيِّ الْعَظِيْم

અનુવાદ : ત્રીજો કલિમો બુઝુગીનો

અલ્લાહની ઝાત પાક છે અને બધા વખાણો અલ્લાહના જ માટે છે અને અલ્લહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને અલ્લહ સૌથી મોટો છે અને નથી કોઈમાં તાકાત એને નથી કોઈમાં કુદરત પરંતુ તે જ અલ્લાહમાં જે સૌથી મોટો બુઝુરગીવાળો છે.

૪. ચારૂમ કલમા તવ્હીદ :  

લાઈલાહ ઈલ્લલ્લાહુ વહદહુ લા શરીકલહૂ લહુલ મુલ્કુ વ લહુલ્હમ્દુ યુહયી વ યુમીતુ બિયદિહિલ ખયર વહુવ અલા કુલ્લિ શયઈન કદીક. 

چرم کلمہ توحید

لَآ اِلٰهَ اِلَّا اللهُ وَحْدَهٗ لَا شَرِيْكَ لَهٗ لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ يُحْىٖ وَ يُمِيْتُ  بِيَدِهِ الْخَيْرُؕ وَهُوَ عَلٰى كُلِّ شیْ قَدِیْرٌؕ

અનુવાદ ચોથો કલિમો અલ્લાહના એક હોવાનો

અલ્લાહ તઆલાના સિવા  કોઈ ઈબાદતના લાયક નથી તે એકલો જ છે તેનો કોઈ ભાગીદર નથી. બધી બાદશાહી તેની જ છે અને બધા વખાણો તેના જ માટે છે. તે જ જીવાડે છે અને તે જ મોત આપે છે અને તેના જ કબ્જામાં દરેક ભલાઈ છે અને તે દરેક વસ્તુ પર કુદરત રાખવાવાળો છે. 

૫. પંજુમ કલિમા રદે્ કુફ્ર :

અલ્લાહુમ્મ ઈન્ની અઊઝુબિક મિન અન ઉશરીક બિક શયઅંવ વ અન અઅ્લમુ બિહી વ અસ્તગફીરૂક લિમા લાઅઅ્લમુ બિહી તુબ્તુ અન્હુ વતબરઅ્તુ મિલન કૂફિ વશ્શિરકિ વલ કિઝબિ વલ ગીબતિ વલ બુહતાનિ વલ મઆસી કુલ્લિહા અસ્લમ્તુ વઆમન્તુ વ અકૂલુ લાઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુરસૂલુલ્લાહુ. ﴿ 


پنجم کلمہ رد کفر

اَ للّٰهُمَّ اِنِّیْٓ اَعُوْذُ بِكَ مِنْ اَنْ اُشْرِكَ بِكَ شَيْئًا وَّاَنَآ اَعْلَمُ بِهٖ وَ اَسْتَغْفِرُكَ لِمَا لَآ اَعْلَمُ بِهٖ تُبْتُ عَنْهُ وَ تَبَرَّأْتُ مِنَ الْكُفْرِ وَ الشِّرْكِ وَ الْكِذْبِ   وَ الْغِيْبَةِ وَ لْبِدْعَةِ   وَ الْبُهْتَانِ وَ الْمَعَاصِىْ كُلِِّهَا  اَسْلَمْتُ وَ اَقُوْلُ لَآ اِلٰهَ اِلَّا اللهُ مُحَمَّدٌ رَّسُوْلُ اللهِؕ

અનુવાદ : પાંચમો કલિમો કુફ્રને રદ કરવાનો

એ અલ્લ્લાહ હું ખરેખર તારાથી પનાહ માંગુછું. જાણી જુઈને કોઈ વસ્તુ ને તારા સાથે ભગીદાર બનાવવાથી અને હું માફી માગુછું તે ગુનાહોથી જેને હું નથી જાણતો અને હું તૌબા કરૂં છું અને હું બેઝાર થાઉં છું. કુફ્ર, શિર્ક, જુઠ, ગીબત, બોહતાન તેમજ દરેક જાતનાં નાના-મોટા ગુનાહોથી. હું ઇસ્લામ લઇ આવ્યો અને હું ઇમાન લઇ આવ્યો અને હું કહું છું કે અલ્લાહ તઆલાનાં સિવાય કોઇ ઇબાદતના  લાયક નથી અને હઝરત મોહંમ્મદ મુસ્તફા   ﴿ﷺ અલ્લહના રસુલ છે.

૬. ઈમાને મુજમલ :

આમન્તુ બિલ્લાહિ કમાહુવ બીઅસ્માઇહી વ સિફાતિહી વ કબિલ્તુ જમીઅ અહકામિહી.  વઅરકાનેહી ઇકરારૂમ બિલ્લીસાને વતસ્દીકુમ બિલ કલ્બ

ایمان مجمل

اٰمَنْتُ بِاللّٰهِ كَمَا هُوَ بِاَسْمَآئِهٖ وَصِفَاتِهِ وَقَبِلْتُ جَمِيْعَ اَحْكَامِهٖ اِقْرَارُمْ بِالِّسَانِ وَتَصْدِيْقُمْ بِالْقَلْبِ

અનુવાદ : ઇમનનું ટુકમાં વર્ણન :-

ઇમાન લાવ્યો હું અલ્લાહ તઆલા પર જેવો કે તે પોતાના નામો અને સિફતોનાં સાથે છે અને કબુલ કર્યા મેં તેના બધા હુકમોને. અને હુકમો માનુછુ ઝબાનથી અને વીસ્વાસ છે દિલથી 

૭. ઈમાને મુફસ્સલ :

આમન્તુ બિલ્લાહિ વ મલાઇકતિહી વ કુતુબિહી વ રૂસુલિહી વલ્  યવ્ મીલ આખિરિ વલ કદ્ રી  ખયરિહી વશરિહી મિનલ્લાહિ તઆલા  વલ બઅસિ બઅદલ મવ્ત. 

ایمان مفصل

اٰمَنْتُ بِاللّٰه وَملَٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالْيَوْمِ الْاٰخِرِ وَالْقَدْرِ خَيْرِهٖ وَشَرِّهٖ مِنَ اللّٰهِ تَعَالٰى وَالْبَعْثِ بَعْدَ الْمَوْتِ

અનુવાદ : ઇમનનું વિગતમા વર્ણન :-

ઇમાન લાવ્યો હું અલ્લાહ તઆલા પર અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગમ્બરો પર અને કયામતના દિવસ પર અને તકદિર પર કે જે કાંઇ સારૂ અથવા ખરાબ થાય છે તે બધું અલ્લાહ તઆલાના તરફથી જ થાય છે અને મરવા પછી જીવતા થવા ઉપર. 


QuwwateIslam
QuwwateIslam



॥ પ્રકાશક ॥

કુવ્વતે ઈસ્લામ

 ખલીફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ

સૈયદ મખ્દુમઅલી એસ. કાદરી

{તમામ મર્હુમીન મુસ્લેમીન કે ઈસાલે સવાબ કે લીયે}

 (નાપાડ વાટા) તા. જિ.આણંદ પિન. ૩૮૮૩૫૦

@QuwwateIslam


You Tube    Facebook    Instagram     Telegram     WhatsApp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ