Dua E Aashurah in Gujrati

10 Muharram Dua E Aashura 


QuwwateIslam   قوّتِ اسلام


Muharram Dua E Aashura

દુઆ એ આશુરા (૧૦ મી મોહર્રમની દુઆ) 

         એક વર્ષ માટે ઝિંદીનો, એક વર્ષ માટે રોઝીની બરકતનો અને એક વર્ષ માટે શૈતાનની ફરેબી ચાલ બાઝી થી સુરક્ષિત રહવા માટેનો રૂહાની ઇલાજ.

         ઇસ્લામી વર્ષનો આ પહેલો મહિનો છે . ઘણી ફઝીલતો બરકતો વાળો મહિનો છે. આ મહિનામાં આશૂરાનો દિવસ પણ છે આ દિવસે ઇબાદત કરવા વાળાને ઘણો જ સવાબ મળે છે. કુઆને હકીમમાં છે કેવધારે રોયા કરો અને ઓછું હસોદુનિયા ફીક્ર અને ગમની જગ્યા છે. માટે આ પ્રમાણે જોઇએ તો ઇસ્લામી સાલની શરૂઆત રોવાથી અને ફરિયાદોથી ! થાય છે . એ જ બતાવે છે કે દુનિયા હસવાની જગ્યા નથી. જીલ્હજજ ના આખરી દિવસનું અને આ મહિનાનાં પહેલા દિવસનો રોઝો રાખવાથી ૫૦ વર્ષના ગુનાહ માફ થાય છે. આશૂરાનો રોઝો રાખવાવાળાને જહન્નમની આગ અસર કરશે  નહી. આ મહિનાની ૯,૧૦,૧૧ અને ૨૨ માં દિવસનાં રોઝા જરૂર રાખો. દસમી મોહર્રમને આશૂરાનો દિવસ કહેવામાં  આવે છે.

            એ બાબતમાં કોઇ શંકાને સ્થાન નથી કેમૃત્યુ કુદતરથી જ નિશ્ચિત છે. પણ રબ તબારક વ તાઆલા એ તેના ફઝલો  કરમથી તેના મહેબુબ બંદાઓની દુઆઓને હંમેશા ઇઝઝત અતા ફરમાવી છે. દુઆએ આશૂરાને કોઇપણ મુસલમાન  નીચે બતાવેલી રીત પ્રમાણે સાચા દિલથી પઢશેએ એક વર્ષ સુધી મોતથી હિફાઝતામાં રહેશે અને આવવા વાળો આશુરાનો દિવસ જરૂર નસીબ થશે. જે વર્ષે તેનું મૃત્યુ લખાય ચુકયું હશે. એ વર્ષે એ વ્યકિત કોઇપણ બહાને આ દુઆને પઢી શકશે નહીં .

         આ દુઆને હઝરત ઝયનુલ આબેદીન (રદી અલ્લાહો તાઆલા અન્હોની) રીવાયતથી હઝરત મહેબુબ યઝદાની ગૌષુલ આલમ સુલ્તાન સૈયદ મખ્દુમ અશરફ જહાંગીર સિમનાની કિછોછવી રહમતુલ્લાહે તાઆલા અલયહે વઝાઇફે અશરફી માં અને ગૌષુલ વકત હજરત શેખ મોહમ્મદ ગૌષ ગ્વાલિયરી (રહમતુલાહે તાઆલા અલયહે) જવાહિરે ખમ્મા માં નકલ કરી છે.

         દુઆએ આશુરા ૧૦ મી મોહર્રમ નાં દિવસે સૂર્ય ઉદય થઇ ગયા પછી અને સૂર્ય આથમ્યાથી પહેલા આગળ પાછળ દરૂદ શરીફની સાથે પઢે અને ઘરવાળાઓ- કુટુંબ કબીલા અને દોસ્તોને પણ પઢાવે.

દુઆએ આશુરા પઢવાનો તરીકો

પહેલા ૭ (સાત) વખત આ દુઆ પઢે

          બિસ્મિલ્લા હિર્રહરમા નિર્રહીમ : - સુબ્દાનલ્લાહે મીલ - અલ- મિઝાને- વ મુન્તલ ઇલ્મે વ- મબ - લ - ગરેંદા- વ ઝીનતલ અર્શે લા મલજઅ વલા મન્જાઅ મિનલ્લાહે ઇલ્લા ઇલયહે સુબ્બહાનલ્લાહે અદદશ્શફએ વલ વતરે વ અદદ કલેમાતીલ્લાહીત્તામ્મતે કુલ્લેહા નસ અલોક સ્સલામત બે- રહમતેકા યા અરર્હરાહેમીન - વહોવ હસ્બોના વ નેઅમલ વકીલ નેઅમલ  મૌલા વ નેઅમન્નસીર વલા હવલા વલા કુવ્વતા ઇલ્લા બીલ્લાહીલ અલીય્યીલ અઝીમ વ સલ્લલ્લાહો તઆલા સૈયદીના મુહમ્મદીવ વઆલા આલેહી વસ્હબેહી વઅલલ મુઅમેનીન વલ મુઅમેનાતે વલ મુસ્લેમીન વલ મુસ્લેમાતે અદદ જરરાતીલ વજુદે વ અદદ મઅલુમાતીલ્લાહે વલ હમ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન,

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ


سُبْحَانَ اللهِ مِلُ الْمِيزَانِ وَمُنْتَهَى الْعِلْمِ وَمَبْلِغَ الرِّضَى وَزِنَةَ الْعَرْشِ لَا مَلْجَأَ وَلَا مَنْجَاءَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ سُبْحَانَ اللَّهِ عَدَدَ الشَّفْعِ وَالْوَتْرِ

 وَعَدَدَ كَلِمَاتِ اللهِ التَّامَّاتِ كُلِّهَا نَسُلُكَ السَّلَامَةَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ ط وَهُوَ حَسْبُنَا وَنِعْمَ الْوَكِيلُ ط نِعْمَ الْمَوْلَى وَنِعْمَ النَّصِيرُط 

وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِا اللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ طَ وَصَلَّى اللهُ تَعَالَى عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ 

وَالْمُسْلِمَاتِ عَدَدَ ذَرَّاتِ الْوُجُودِ وَعَدَدَ مَعْلُومَاتِ اللهِ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَلَمِينَ ط

પછી દરૂદ ઇબ્રાહીમ ૧૦ વખત પઢે  

બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ

અલ્લાહુમ્મા સલ્લિ અલા  મોહમ્મદિન વ અલા આલિ  મોહમ્મદિન કમા સલ્લય્ત અલા ઇબ્રાહિ-મ વ આલિ ઇબ્રાહિ-મ ઇન્ન-ક હમીદુમ મજીદ.
અલ્લાહુમ્મા બારિક અલા મોહમ્મદિંવ વ અલા આલિ મોહમ્મદિન કમા બારક ત અલા ઇબ્રાહિ-મ વ અલા આલિઇબ્રાહિ-ઈન્ન-ક હમીદુમ મજીદ,


درود ابراہیم

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ،

  اللَّهُمَّ بَارِكَ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَ ا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

પછી હાથ ઉઠાવીને આ દુઆ પઢે

બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ

યા ફારિજા કોરબે ઝિન્નુના યૌમા આશૂરા, યા જામિઆ શમલે યાકુબ યૌમા આશૂરા, યા સામિઆ દવતી મૂસા વ હારૂન યૌમા આશૂરા, વ યા રહમાનદ દુન્યા વલ આખિરતી વ રહીમહુમા, સલ્લે અલા સૈય્યિદિના મોહમ્મદિંવ વ સલ્લે વ સલ્લિમ  અલા જમીઇલ અમ્બ્યાયે  વલ મુર્સલીન, વકદે હાજતિના ફિદુન્યા વલ આખિરતી વ તવ્વિલ ઉમરીના બિ રહમતિક યા અરહમર્રાહિમીન.

دعائے عاشورہ

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

يَا قَابِلَ تَوْبَةِ أَدَمَ يَوْمَ عَاشُورَاءَ

يا فارج كَرْبِ ذِي النُّونِ يَوْمَ عَاشُورَامْ

يَا جَامِعَ شَمْلٍ يَعْقُوبَ يَوْمَ عَاشُورَاء

يا سامع دعوة مُوسَى وَهَرُونَ يَوْمَ عَاشُورَاء

يَا مُعِينَ إِبْرَاهِيمَ مِنَ النَّارِ يَومَ عَاشُورَاءَ

يا رافع إدْرِيسَ إِلَى السَّمَاءِ يَوْمَ عَاشُورَاء

يا مجيبَ دَعْوَةِ صَالحَ فِي النَّاقَةِ يَوْمَ عَاشُورَاء

يَا نَاصِرَ سَيِّدِنَا مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ عَاشُورَاءَ يَا رَحْمَنَ الدُّنْيَا وَالْآخِرَةِ وَ رَحِيمُهُمَا صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَ عَلَى آلِ سَيِّدِنَا مُحَمَّدٍ

 وَصَلِّ عَلَى جَمِيعِ الأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَاقْضِ حَاجَاتِنَا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَطِلٌ عُمَرَ نَا فِي طَاعَتِكَ وَمَحَبَّتِكَ وَرِضَاكَ وَأَحْيِنَا

બિસ્મિલ્લા હિર્રહમા નિર્રહીમ

ઇલાહી બે હુર મતિલ હુસૈન વ અખી હે વ ઉમ્મેહી વ અબીહી વ જદ્દહી વ બની હે ફર્રિજ અમ્મા અનાફી હે વ સલ્લલ્લાહો અલા ખૈરે ખલ્કે હિ સૈય્યિદિના મોહમ્મદિવ વ આલે - હિ અજ - મઇન.

આ દુઆપઢી લીધા પછી ૨ રકાત નિફલ નમાઝ અલ્હમ્દો પછી ૧૦ વખત કુલ્હોવલ્લાહ પઢેસલામ બાદ આયતુલ કુર્સી ૧૧ વખત,  દરૂદ શરીફ ૧૧ વખત પઢીને તેના સવાબ હઝરત સૈયદના ઇમામ હુસૈન ઔર  શોહદાએ કરબલા વાળાઓની પાક રૂહોને પહોંચાડે.

  આયતુલ કુર્સી

બિસ્મિલ્લા હિલર્રહમા નિર્રહીમ

અલ્લાહુ લા ઇલા-હ ઇલ્લા હૂ-અલ-હલ-હય્યુલ કય્યૂમ લા તઅ-ખુઝુહ સિ-નતુવ વલા નૌમ લહૂ મા ફિસ સમાવાતિ વમા ફિલ અર્દ મન ઝલ્લઝી યશ્ફઉ ઇન્દહ ઇલ્લા બિ ઇઝ-નિહ યઅ-લમુ મા બૈ-ન ઐદીહિમ વમા કલ્ફીહુમ વલા યુહીતૂ-ન  બિશૈઇમ મિન ઇલ્મિહી ઇલ્લા બિમા શાઅ વસિ-અ કુર્સિય્યુહુસ સમાવાતિ વલ અર્દ વલા યઊદુહ હિફ-ઝુહુમા વહુવલ અલિય્યુલ અઝીમ *


آیت الکرسی

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ


اللَّهُ لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا

 بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاواتِ وَالأَرْضَ وَلاَ يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

આ મહીના ના અમલો  
દશ ૧૦ મી મોહર્રમ આશુરાના દિવસની ઇબાદત

          ૧ થી ૧૦ દીવસ સુઘી રોજ (૪) રકાત નીફિલ નમાઝ પઢો. અલ-હમ્દો પછી ૧૫ વખત કુલ-હુવલ્લાહ પઢે અને આ નમાઝનો સવાબ સૈયદના ઇમામ હસન અને સૈયદના ઇમામ હુસૈન રદિઅલ્લાહો અનહો ની બારગાહમાં પેસ કરે. કયામતના દિવસે ઇમામ આલી મકામ શફાઅત ફરમાવશે. આશુરાના દિવસે દિવસે ગુસલ કરવાવાળો મૃત્યુ સિવાય બીજી કોઇપણ અન્ય બિમારીમાં સપડાશે નહિ. સુર્મા લગાવવા વાળાની આંખ સાલ ભર નહીં દુખે આ દિવસે પોતાના કુટુંબ કબીલા તથા બાળકો માટે સારૂ સારૂ પકવાન બનાવો આખું વર્ષ રોજીમાં બરકત રહેશે. સુરજ ઉગીને રોશન થઇ જાય ત્યારે બે રકાત તહિય્યતુલ વુઝુ અને બે રકાત તહિય્યતુલ મસ્જીદ પઢે.

  સૂરજ ઉગીને રોશન થઈ જાય ત્યારે

(ઉપરની નીફલ નમાઝો ૧૦ મોહર્રમ ના રોજ સૂર્ય રોશન થાય ત્યારથી લઇને ઝવાલ સુધી પઢી લેવી મુસ્તહબ છે.)

(૧) ૨ રાકાત તહીય્યતુલ વુઝુ અને બે રકાત તહીય્યતુલ મસ્જિદ પઢે.

(ર) ૪ રકાત નિફલ નમાઝ હુઝુર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ની પાક રૂહને સવાબ પહોંચડાવાની નિય્યતથી એવી રીતે પડે કેઅલ્હમ્દો શરીફ પછી પહેલી રકાતમાં સુરએ વદ્દોહાબીજી રકાતમાં અલમનશ્રત્રીજી રકાતમાં ઇઝાઝુલ ઝેલતિલ અર્દુ અને ચોથી રકાતમાં કુલ્હોવલ્લાહ એક એક વખત પઢે. નમાઝ પઢી લીધા પછી ૪૧ વખત લા ઇલા- હા ઇલ્લા અન-ત સુવ્હા-ન-ક ઇની કુન્તો મિનઝઝાલીમીન અને ૪૧ વખત રબ્બના અફરિગ અલૈના વ સબ્રવ વ તવફફના મુસ્લેમીન પઢે

(૩) ૪ રકાત નફીલ નમાઝ મુસ્તફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના ચાર યારોની રૂહે પાકને સવાબ પહોંચાડવાની નિય્યતથી એવી રીતે પઢેકે અલ્હમ્દો બાદ પહેલી રકાતમાં સુરએ કાફેરૂનબીજી રકાત માં કુલ્હોવલ્લાહત્રીજી રકાતમાં સુરએ ફલકચોથી રકાત માં સુરએ નાસ પઢે . નમાઝ પછી ૭૦ વખત હસ્બોનલ્લાહો વ નેઅમલ વકીલ વ નેઅમલ મૌલા વ  નેઅમન નસીર પઢે .

(૪) ૪ રકાત નફીલ નમાઝનો સવાબ ઇમામ હુસૈન રદીઅલ્લાહો અન્હો ને બક્ષીસ કરી આપે રીત : અલ્હમ્દોની બાદ પહેલી રકાતમાં આયાતુલ કુર્સી ૩ વખતબીજી રકાતમાં અલહાકોમુત્તકાસુર ૩ વખતત્રીજી રકાતમાં સુરએ કાફેરૂન ૩ વખતચોથી રકાતમાં કુલ્હોવલ્લાહ ૫ વખત પઢે.

(૫) ૪ રકાત નિફલ નમાઝ શોહદાએ કરબલાની અરવાહે અકદસને બક્ષીસ કરી આપે રીત : અલ્હમ્દો બાદ કુલ્હોવલ્લાહ ૫ વખત ( દરેક રકાતમાં ) પઢે.

(૬) ૨ રકાત બીબી ફાતેમાં ઝોહરાની પાક રૂહને માટે પઢે. અલ્હમ્દો બાદ દરેક રકાતમાં કુલ્હોવલ્લાહ ૩ વખત પઢે.

(૭) ૨ રકાત માં- બાપનાં હકકમાં પટે. અલ્હમ્દો બાદ પહેલી રકાતમાં આયતુલ કુર્સી ૩ વખત પઢે. અલ્હમ્દો બાદ પહેલી રકાતમાં આયતુલ કુર્સી 3 વખત અને બીજીમા કુલ્હોવલ્લાહ ૩ વખત પઢે.

(૮) ૨ રકાત પોતે તેની ખુદની મય્યતની માટે દરેક રકાતમાં અલ્હમ્દો બાદ કુલ્હોવલ્લાહ ૩ વખેત પઢે.

(૯) ૨ રકાત મા- બાપની રૂહોને માટે પઢે. અલહમ્દો બાદ કુલ્હોવલ્લાહ ૩ વખત પઢે.

(૧૦) ૨ રકાત નિફીલ નમાઝ ઇમાનની સલામતી માટે પઢે. અલ્હમદો બાદ કુલ્હોવલ્લાહ ૩ વખત પડે. નમાઝની બાદ ૭૦ વખત દરૂદ શરીફ અને દુઆએ આશૂરા પઢે.

 

પ્રકાશક ॥

કુવ્વતે ઈસ્લામ

 ખલીફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મખ્દુમઅલી એસ. કાદરી

{તમામ મર્હુમીન મુસ્લેમીન કે ઈસાલે સવાબ કે લીયે}

 (નાપાડ વાટા) તા. જિ.આણંદ પિન. ૩૮૮૩૫૦( @QuwwateIslam


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ